રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ શહેરના એરપોર્ટ ફાટક નજીક આવેલ સ્વસ્તિક સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ નાસી છુટતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક માનવતા દાખવાના બદલે બાઈક ચાલક યુવકને સારવાર અર્થે ખસેડવા બદલે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જોકે, સદનસીબે અકસ્માતના પગલે બાઈક ચાલકને કોઈ ગંભીર ઇજા થવા પામી ન હતી પરંતુ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બપોરના 2 વાગ્યા આસપાસ બાઈક ચાલક શેરીમાંથી મુખ્ય રસ્તા તરફ વળાંક લઇ આગળ વધી રહ્યો છે અને અચાનક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક નજીક શિવાજીનગરમાં રહેતા કિશન ઓળકિયા નામના યુવકે ગઇકાલે સાંજના 6 વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલી તપાસમાં મૃતક યુવાન અપરિણીત હતો અને કોઈ કામધંધો ન કરતો હોવાથી પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ગંજીવાડામાં પહેલા માળેથી પડી ગયેલા આધેડનું મોત ગંજીવાડામાં પહેલા માળેથી પડી ગયેલા જીતેન્દ્રભાઈ રાઠોડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ રાઠોડ (ઉં.વ.49) ગત તા.18.04.2026ના રોજ પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળથી પડી જતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જી.ટી.શેઠ હોસ્પિટલમાં દાખલ થયા હતા અહીંયા સારવાર બાદ રજા લઈ પોતાના ઘરે સારવાર લેતા હતા દરમિયાન આજરોજ સવારે 6.45 વાગ્યે તબિયત લથડતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી.