રાજકોટમાં ફ્રોડ કેસમાં યસ બેન્કના મેનેજર સહિત ત્રણની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે. જેમાં દેશવ્યાપી 1500 કરોડનું સાયબર ફ્રોડ 2500 કરોડથી વધુ પહોંચી ગયું છે અને આ કેસમાં વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્યાર સુધી આ કેસમાં પોલીસે કુલ 17 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ અને જામનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. યસ બેન્કના પર્સનલ બેન્કર મૌલિક કમાણી, એક્સિસ બેન્કના મેનેજર કલ્પેશ ડાંગરીયા અને યસ બેન્કના પૂર્વ પર્સનલ બેન્કર અને હાલ HDFC બેન્કમાં ફરજ બજાવતા અનુરાગ બાલધાની ધરપકડ કરવામાં આવી છે.

ત્રણેય આરોપીઓ દ્વારા પોતે બેંકમાં કામ કરતા હોવાથી બેન્ક મેનેજર સાથ મળી કમિશન અને રૂપિયા કમાવવાની લાલચમાં સાયબર ફ્રોડ કરતા આરોપીઓ સાથે મળી બેન્કિંગ પ્રોસેસ તેમજ રોકડ રકમની લેવડ દેવડ સહિતના કામોમાં મદદરૂપ બની દેશવ્યાપી કૌભાંડમાં સહયોગી બનતા પોલીસે તેની ધરપકડ કરી છે. બેન્કમાંથી તેમનો ઓરીજીનલ ડેટા મેળવી બાદમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલતી આ તપાસમાં અત્યાર સુધી આ કેસમાં કુલ 2500 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસ ટિમ દ્વારા ચાલી રહેલી તપાસમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે બેન્કના પર્સનલ બેન્કર અને એક બેન્ક મેનેજરનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપીઓમ મૌલિક રામજીભાઉ કમાણી જે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામનો રહેવાસી છે જેને પોતે BBAનો અભ્યાસ કર્યા બાદ યસ બેન્કમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *