ફાઇટર જેટનું એન્જિન દેશમાં જ બનશે

હવે ભારતમાં જ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)નું એન્જિન બનશે. આ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રોલ્સ-રોયસે શુક્રવારે ભાગીદારી કરી છે.

બંને કંપનીઓ મળીને એક સ્પેશિયલ એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ બનાવશે. જેમાં સંપૂર્ણપણે સ્વદેશી અને સાર્વભૌમ એન્જિનની ડિઝાઇન, ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ, મેન્યુફેક્ચરિંગ અને ડિલિવરી કરશે. સાથે જ લાઇફટાઇમ સપોર્ટ પણ આપવામાં આવશે.

ભારતમાં જેટ એન્જિનોનું સ્પેશિયલ સેન્ટર બનશે

રિલાયન્સ અને રોલ્સ-રોયસ મળીને ભારતમાં એક ‘એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ’ બનાવવાની તૈયારીમાં છે. આ દેશમાં એન્જિનોની નવી ટેકનોલોજી તૈયાર કરનાર સૌથી મોટા સેન્ટર તરીકે કામ કરશે.

આના બનવાથી ભારતને હાઇ-ટેક ફાઇટર જેટ એન્જિન બનાવવાની બાબતમાં આખી દુનિયામાં એક નવી મજબૂતી મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા અને મજબૂતી માટે ભારત પાસે પોતાની ટેકનોલોજી હોવી ખૂબ જ જરૂરી છે.

રોલ્સ-રોયસ સાથે મળીને અમે ભારતમાં જ ફાઇટર જેટના એન્જિન બનાવવાની સિસ્ટમ તૈયાર કરીશું. આનાથી ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર તો બનશે જ, સાથે જ દુનિયાના બજારોને પણ ટક્કર આપી શકશે. આ આત્મનિર્ભર ભારત મિશનના સ્વપ્નને પૂરું કરવામાં અમારું એક યોગદાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *