80મો સ્વતંત્રતા દિવસ આજે, મોદી 13મી વખત ત્રિરંગો ફરકાવશે

દેશમાં 80મો સ્વતંત્રતા દિવસ આજે ઉજવવામાં આવશે. પીએમ મોદી સતત 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે. આ વખતે લાલ કિલ્લા પરથી પ્રથમ વખત વંદે માતરમ ગાવામાં આવશે.

લાલ કિલ્લા પર લગભગ 3 કલાકનો કાર્યક્રમ હશે. સૌથી પહેલા સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસના જવાનો વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપશે. તે પછી રાષ્ટ્રગીત થશે, પીએમ રાષ્ટ્રધ્વજ ફરકાવશે પછી રાષ્ટ્રગાન થશે.

પછી 21 તોપોની સલામી આપવામાં આવશે. તે પછી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા થશે. પીએમનું લાલ કિલ્લા પરથી સંબોધન થશે. 2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સ જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ બનાવશે.

કાર્યક્રમની સુરક્ષામાં 15-20 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 1,000થી વધુ CCTV કેમેરા દ્વારા નિગરાની કરવામાં આવી રહી છે. 5000 વિશેષ મહેમાનો આવી રહ્યા છે.

આ વખતે 80મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં ‘યુવા શક્તિ’ અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા માં યુવાઓના યોગદાન પર ખાસ ભાર રહેશે. દિલ્હીના લાલ કિલ્લા પર સમારોહ જોવા માટે અલગ-અલગ ક્ષેત્રોમાંથી આશરે 5,000 વિશેષ અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *