સુરતમાં PSIની પરીક્ષામાં ચોરી, ઉમેદવારે ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં કર્યું પ્લાનિંગ

સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈને ખાખી પહેરવાનું સપનું જોનારા લાખો યુવાનો મહેનત કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના એક ઉમેદવારે ‘શોર્ટકટ’ અપનાવી ખાખીને જ પડકાર ફેંક્યો હતો. સુરતની સ્કૂલમાં PSIની પરીક્ષા આપવા આવેલા રિષભ યાદવે ફિલ્મી સ્ટાઈલમાં ચોરીનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ, પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તેનો ભાંડો ફૂટી ગયો અને હવે તેની વિરુદ્ધ નવા કડક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત સિવાય વડોદરામાં પણ એક ઉમેદવાર ચોરી કરતા પકડાયો હતો.

કોણ છે આ ‘ચતુર’ ઉમેદવાર? પોલીસ ફરિયાદ મુજબ, આરોપીનું નામ રિષભ રાજકુમાર યાદવ (રહે. 22, ઘર નં. એ-19, કુંભની રેસીડેન્સી, અંકલેશ્વર) છે. તે 19 એપ્રિલ, 2026ના રોજ અમરોલી સ્થિત મધુવન ઇન્ટરનેશલ સ્કૂલ (સેન્ટર નં.101) ખાતે PSIની પરીક્ષા આપવા આવ્યો હતો. તેને ખબર હતી કે પ્રવેશ સમયે કડક ચેકિંગ હશે, તેથી તેણે અગાઉથી જ ગેરરીતિનું મોટું ષડયંત્ર રચી નાખ્યું હતું.

રિષભ સવારે 7.30 વાગ્યે ગેટ ખૂલે તેની રાહ જોવાને બદલે, સવારે 6.30 વાગ્યે જ સ્કૂલના પાછળના ભાગે પહોંચી ગયો હતો. તે પાછળનો દરવાજો કૂદીને પાર્કિંગમાં પ્રવેશ્યો અને ત્યાંથી 10 ફૂટ ઊંચો બેઝમેન્ટનો દરવાજો કૂદી અંદર ઘૂસી ગયો હતો. કોઈ ગાર્ડની નજરે ચઢે તે પહેલા જ તે ચોથા માળે પહોંચી પોતાના પરીક્ષા ખંડમાં જઈ બેસી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *