સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ડૉ. કમલસિંહ ડોડીયા, એન.એસ.એસ. કો- ઓર્ડીનેટર ડૉ. એન.કે. ડોબરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એસ.એસ. ના 200 થી વધુ સ્વયંસેવકો અને કર્મચારીઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે જુદા જુદા ભવનોમાં સફાઈ કરવામાં આવી હતી. કુલપતિએ એન.એસ.એસ. ના સ્વયંસેવકો સાથે સફાઈ કાર્ય કરતાં વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થયા હતાં.કુલપતિએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેનો છે. આપણે સ્વયં આપણું આંગણું, આપણી યુનિવર્સિટી સ્વચ્છ રાખવી જોઈએ. આ કાર્ય આજ પુરતું સિમિત નથી પરંતુ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એન.એસ.એસ. એ સેવાકીય પ્રવૃતિ છે અને આપ જેવા યુવાનો આ યુનિવર્સિટીની મુડી છો અને ભવિષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ઉજાગર કરનારા છો.આ અભિયાનને સફળ બનાવવા એન.એસ.એસ. ના કો- ઓર્ડીનેટર, એન.એસ.એસ.ના વિવિધ કોલેજોના પ્રોગ્રામ ઓફીસરો, એન.એસ.એસ. ના સ્વયંસેવકો, યુનિવર્સિટીના સિવીલ ઈજનેરો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.