લોકસભામાં આજે 4 બિલ આવશે

સંસદના ચોમાસુ સત્રમાં સોમવારે લોકસભામાં 4 બિલ રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ બે બિલ રજૂ કરશે. જેમાં એક કેરળ (નામ બદલવા અંગેનું) બિલ, 2026 છે. જ્યારે બીજું નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્ટ, 1962 સુધારા બિલ છે.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ, 2026 રજૂ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1957માં સુધારા માટેનું બિલ ગૃહમાં રજૂ કરશે.

જ્યારે, રાજ્યસભામાં બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ, 2026 પર ચર્ચા કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બિલને ગૃહમાં રજૂ કરશે.

NCP (શરદ પવાર જૂથ) ના તમામ 8 સાંસદો આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. આ મુલાકાત માટે વડાપ્રધાન પાસેથી સમય માંગવામાં આવ્યો છે.

વિપક્ષની આજે બેઠક, FCRA બિલનો વિરોધ કરશે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ FCRA સુધારા બિલનો વિરોધ કરશે. આ મુદ્દે વિપક્ષી દળોના ફ્લોર લીડર્સની સોમવારે યોજાનારી બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે.

FCRA સુધારા બિલ સંસદના ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહમાં લોકસભામાં રજૂ થવાની અપેક્ષા છે. આ બિલ વિદેશી અંશદાન (નિયમન) અધિનિયમ, 2010માં સુધારો કરશે. સરકારના મતે, તેનો ઉદ્દેશ્ય વિદેશી ભંડોળના નિયમનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *