રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ ઉપર અક્ષર માર્ગ પર આવેલ સોનલ પંજાબી પાર્સલ પેઢીની તપાસ કરતા પેઢીના કિચનમાં એક્સપાયરી ડેટ વીતેલ શીંગતેલ અને દાજ્યું તેલ 19 કિ.ગ્રા., વાસી મંચુરિયન 3 કિ.ગ્રા., એક્સપાયરી ડેટ વગરનું ઢોસાનું ખીરું 30 કિ.ગ્રા., વાસી અખાદ્ય શાકભાજી તથા બાફેલા નુડલ્સ 5 કિ.ગ્રા. નો જથ્થો મળીને કુલ – 57 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી પનીર અને બટર ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.