મનપાનો દરેક વોર્ડમાં વાંચનાલય શરૂ કરવાનો પ્રોજેક્ટ અધૂરો

રાજકોટમાં શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ રીડિંગ કરી શકે તે માટે અગાઉ મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ વાંચનાલય શરૂ કરવા માટેનો પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટ અધૂરો છે કારણ કે, હાલ મનપાના 18 વોર્ડમાંથી માત્ર 6 વોર્ડમાં જ વાંચનાલય છે. જેમાં પણ ચાલુ માસે રીડીંગ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 1,338 થઈ ગઈ છે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વોર્ડવાઈઝ વિદ્યાર્થી વાંચનાલયનુ સંચાલન કરતા નરેન્દ્ર આરદેશણાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ 6 વાંચનાલય શરૂ કરવામા આવેલા છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને શાંત વાતાવરણમાં સારી બેઠક વ્યવસ્થા, લાઇટ,પંખા, પીવાના પાણીની વ્યવસ્થા અને ટોયલેટ બ્લોક સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી મેગેઝિન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં વોર્ડ નંબર-10માં કાલાવડ રોડ ઉપર, વોર્ડ નંબર-18માં કોઠારીયા ગામથી આગળ, પાણીના ટાંકા સામે, વોર્ડ નંબર-13માં અલકા સોસાયટી મેઇન રોડ, વોર્ડ નંબર–4માં જૂના મોરબી રોડ ઉપર શાળા નંબર-77 કેમ્પસ, વોર્ડ નંબર-11માં શ્રી રામ ટાઉનશીપ, વોર્ડ નંબર -12માં વાવડી રોડ ઉપર જય ભારત સ્કૂલ કેમ્પસ એમ કુલ 6 વાંચનાલયમાં છેલ્લા એક મહિનામાં 1,338 વિદ્યાર્થીઓ જોડાયા અને વાંચનાલયનો લાભ લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *