RTOએ એક માસમા 50 લાખથી વધુનો દંડ ફટકાર્યો

રાજકોટની આરટીઓ કચેરી દ્વારા જુલાઈ માસમા ગુનાહિત વાહનચાલકો સામે અલગ અલગ પ્રકારના કેસ કરવામા આવ્યા છે. જુલાઇ માસમાં કુલ 1,416 કેસ કરવામાં આવ્યા છે. જેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 50,54,060 જેટલો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ઓવરસ્પીડ, ઓવરલોડ, જોખમી ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાના વાહનચાલકો પકડાયા છે. આ પ્રકારની ચેકિંગ ડ્રાઇવ RTO કચેરી દ્વારા દર મહિને કરવામા આવે છે.

રાજકોટ RTO કચેરી દ્વારા ઓવરલોડ વાહનના 174 કેસમાં રૂ. 22,16,000, ઓવર ડાઇમેન્સનના 39 કેસમાં રૂ. 2,11,500, કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 14 કેસમાં રૂ.1,32,500 જ્યારે ટેક્સ વગર ચાલતા 13 વાહનચાલકોને રૂ. 4,09,060નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્હાઇટ લાઇટ LED ચેકિંગ, રોંગ-લેન ડ્રાઇવિંગ ચેકિંગના 53 કેસમાં રૂ. 58,000, રેડિયમ રેફલેક્ટર વગેરે જેવા રોડ સેફ્ટીના 37 ગુનામાં રૂ. 37,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આરટીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *