ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતી બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

રાજકોટની એક ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારની વતની યુવતીએ ગળાપોંસ ખાવાનો કે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગેની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં યુવતી પાસેથી એક અત્યંત કરુણ અને ભાવુક સુસાઈડ નોટ મળી આવી છે.

પેરામાઉન્ટ સોસાયટીમાં ભાડેથી રહેતી હતી યુવતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી અલ્પા વાઘેલા મૂળ થાનના આણંદપર ગામની વતની છે અને છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી પેરામાઉન્ટ સોસાયટીમાં ભાડેથી રહીને ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. તેના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે ઘરે બેભાન હાલતમાં મળી આવતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

યુવતીએ ચીઠ્ઠીના અંતમાં ‘તમારી અલ્પા’ લખીને ત્રણ વખત મમ્મી-પપ્પા પાસે માફી માંગી છે. યુનિવર્સિટી પોલીસે આ ભાવુક ચીઠ્ઠી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતી કયા માનસિક તણાવ કે મુશ્કેલીના કારણે આ પગલું ભરવા મજબૂર થઈ તે અંગે પોલીસ પરિવારજનો અને સહકર્મીઓના નિવેદન નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *