શહેરમાં જામનગર રોડ પર નાગેશ્વરમાં રહેતા અને એઇમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મૂળ રાજસ્થાનના વતની હિતેશીબેન લક્ષ્મીનારાયણ બોરાળા (ઉ.30)એ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે એઇમ્સ હોસ્પિટલમાં ખસેડાઇ છે. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર મહીરસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. યુવતી બેભાન હાલતમાં હોય તેની પૂછતાછ કર્યા બાદ વધુ કાર્યવાહી થશે.
યુવતીએ પગલું ભર્યા પહેલા કોઇ પરિચિત સાથે વાતચીત કરી હતી. જે પરિચિતે પાડોશમાં જાણ કરતા પાડોશીએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ નહી ખોલતા દરવાજો તોડીને યુવતીને ઉતારી સારવારમાં ખસેડી હતી.યુવતી ભાનમાં આવ્યા બાદ બનાવની હકીકત બહાર આવશે.