ગોંડલના ગુંદાસરા ગામમાં નિશાચરોની વધતી દાદાગીરી

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે અનેક સોસાયટીઓમાં નાની મોટી ચોરીના બનાવો વધતાં સ્થાનિક પોલીસની નિંભરતા છતી થઇ છે અને આ અંગે લોકોએ સરપંચથી માંડીને તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરી હોવા છતાં નિશાચરોનો આતંક ઓછો ન થતાં લોકોમાં આક્રોશ છવાયો છે. શાપર વેરાવળ પાસે આવેલ ગુંદાસરા ગામે આવેલી સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી ચોરનો આતંક મચાવી રહ્યા છે, અને નાની મોટી ચોરીને અંજામ આપી રહ્યા છે. આથી લોકો નિરાંતજીવે આરામ પણ કરી શકતા નથી અને રાતઉજાગરા કરવા મજબુર બન્યા છે.

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન રૂબરૂમાં રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી તેમ જ ગુદાસરના સરપંચને પણ રજુવાત કરવામાં આવેલી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. આજુબાજુની સોસાયટીની મહિલાઓ તથા બહેનો દીકરીઓ કોઈ સલામત નથી. આટઆટલી રજૂઆતો પછી પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવતું નથી આથી લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગુંદાસરા ગામ જાણે ભારતમાં નહીં,પાકિસ્તાનમાં હોય! નિશાચરોની દાદાગીરી વધી હોવા છતાં સ્થાનિક પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહેતી હોઇ લોકોમાં ભારે રોષ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *