રાજકોટ જિલ્લા પંચાયત પદાધિકારીઓની પડધરી સિવિલ હોસ્પિટલની મુલાકાત

રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓએ પડધરી સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ડોકટરો અને અન્ય સ્ટાફની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.

મુલાકાત લેનારા પદાધિકારીઓમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપડીયા, ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, કારોબારી અધ્યક્ષ નરસિંહભાઈ સોજીત્રા, ન્યાય સમિતિના ચેરમેન જગદીશભાઈ પરમાર અને પડધરી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુભાઈ બાંભવા સામેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *