રાજકોટના ખેડૂત સાથે બેન્ક કર્મીએ 21 લાખની છેતરપિંડી આચરી

રાજકોટના ખેડૂત સાથે રૂ.21 લાખની છેતરપિંડી બેન્કના કર્મચારી દ્વારા આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતે લીધેલી લોન ભરપાઈ કરવા માટે બેન્ક કર્મીએ મોબાઈલ મેળવી બાદમાં લોન એકાઉન્ટના બદલે પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા જો કે ખેડૂતે લોનની પુછપરછ માટે બેંકમાં રૂબરૂ જઇ સંપર્ક કરતા પોતાની લોન ભરપાઈ ન થયાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતે એપ્રિલ 2025માં રૂ.23.60 લાખની લોન કરાવી હતી

ફરિયાદી અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મારે મકાનના રીનોવેશનના કામે માટે પૈસાની જરૂરીયાત હોવાથી ખેતીની જમીન ઉપર એગ્રીકલ્ચર લોન કરાવવાની હોવાથી મે મેટોડા એક્સિસ બેંકમા લોન બાબતે તપાસ કરતા ત્યા લોન વિભાગમા નોકરી કરતા ભાવિન રમેશભાઇ વરસાણી તથા તેની સાથે નોકરી કરતા તુષારભાઇ મારા કોન્ટેકમાં આવેલા અને બાદ તે મારા ઘરે આવી અને મારી પાસેથી તમામ જરૂરી ડોક્યુમેન્ટ લઈ ગયા હતા અને મેટોડા એક્સિસ બેન્કની બ્રાન્ચમાથી એપ્રિલ 2025માં રૂ.23.60 લાખની લોન કરાવી આપી ભાવીને મારી સાથે સારા સંબંધ કેળવેલા હતા.

6 મહીના બાદ પૈસાની સગવડ થઈ જતા મે ભાવિનને વાત કરી કે મારે ધીમે-ધીમે લોન પુરી કરી દેવી છે અને ગ્રામીણ બેન્ક મવડી શાખામા મારા ખાતામા પૈસા પડેલા છે જેથી ભાવીને જણાવ્યું કે ગ્રામીણ બૅન્કના ખાતામાંથી એક્સિસ બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દો. પ્રથમ તા .25.09.2025ના રોજ આર.ટી.જી.એસ.થી 10 લાખ એક્સિસ બૅન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા ત્યારબાદ ભાવીન મારા ઘરે બપોરના 12 વાગ્યા આસપાસ આવી અને મારો ફોન લોન ખાતામાં પૈસા નાખવા માટે લીધો હતો અને થોડા સમય પછી ફોન મને પરત આપીને કહ્યું કે તમારા લોન એકાઉન્ટમાં પૈસા જમા થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *