ધોરાજી: ઝાંઝમેર સરપંચે ભારે વરસાદની આગાહી

ધોરાજી તાલુકામાં આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે ઝાંઝમેર ગામના સરપંચ કિરણબેન બગડાયે ગામજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

સરપંચ કિરણબેન બગડાયે જણાવ્યું હતું કે, અનાવશ્યક રીતે નદી, નાળા, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સતત સતર્ક રહેવું અને પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.

તેમણે ગ્રામજનોને ભારે વરસાદ દરમિયાન વીજળીના થાંભલા, ખુલ્લા વાયર તેમજ જોખમી સ્થળોથી દૂર રહેવા જણાવ્યું હતું. બાળકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવા ન દેવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક ગ્રામ પંચાયત અથવા સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો.

સરપંચ કિરણબેન બગડાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો તમામ ગ્રામજનો સાવચેતી રાખી તંત્રની સૂચનાઓનું પાલન કરશે, તો સંભવિત નુકસાનને ટાળી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *