અંબાણી પરિવારે રિહાનાને ₹2.2 કરોડનું બ્રેસલેટ ભેટમાં આપ્યું

પૉપ સ્ટાર રિહાનાને મુકેશ અંબાણી પરિવારે એક ડાયમંડ ટેનિસ બ્રેસલેટ ભેટ આપ્યું છે. તેની કિંમત આશરે 2.2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિહાનાએ સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં આ બ્રેસલેટ બતાવ્યું અને સ્પષ્ટ કર્યું કે, આ તેને ભારતમાં અંબાણી પરિવાર તરફથી મળ્યું છે. રિહાના એપ્રિલમાં પોતાની બ્યુટી બ્રાન્ડના સંબંધમાં મુંબઈ આવી હતી, જ્યાં તેણે એન્ટિલિયામાં અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘ધ પીપલ ગેલેરી’ નામના પેજે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રિહાના પોતાના રોજિંદા પહેરવેશ અને ફેશન વિશે વાત કરી રહી છે. તેણે ડબલ ડેનિમ આઉટફિટ પહેર્યો છે અને હાથમાં સેલિન બ્રાન્ડનું બેગ લીધું છે.

વીડિયોમાં રિહાનાએ પોતાના હાથને કેમેરા સામે આગળ વધારતા કાંડા પર પહેરેલું ડાયમંડ ટેનિસ બ્રેસલેટ બતાવ્યું. તેણે બ્રેસલેટ તરફ ઇશારો કરતા કહ્યું, ‘આ ભારતમાં અંબાણી પરિવાર તરફથી મળ્યું છે.’

જ્વેલરી એક્સપર્ટે બ્રેસલેટની કિંમત જણાવી રિહાનાના આ વીડિયો સામે આવ્યા બાદ જાણીતા જ્વેલરી એક્સપર્ટ પ્રિયાંશુ ગોયલે આ બ્રેસલેટની વિગતો શેર કરી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર જણાવ્યું કે, આ ડાયમંડ જ્વેલરીની કિંમત લગભગ 2.2 કરોડ રૂપિયા છે. ગોયલના મતે, આ બ્રેસલેટ ટેનિસ બ્રેસલેટ ડિઝાઇનનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે તેની સાદગી અને સુંદરતા માટે જાણીતું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *