ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં આખા રાજ્યને કવર કરી લેતું હોય છે. પરંતુ, આ વર્ષે 15 જૂન વિતી ગયા બાદ પણ હજી ચોમાસાનું આગમન થયું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનનું કોઈ પૂર્વાનુંમાન નથી. મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે ચોમાસું બેસવા માટે હજી રાહ જોવી પડી શકે છે. ચોમાસું મોડું પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ અલનીનોના કારણે પણ ચોમાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. અલનીનોના કારણે IMD દ્વારા સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા વ્યકત કરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય કરતા સારું રહેતું આવ્યું છે. ગરમીની વાત કરીએ તો, આજે 40.6 ડિગ્રી સાથે અમદાવાદ શહેર સૌથી ગરમ શહેર રહ્યું. ત્યારબાદ ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન છે અને 30 જૂન સુધીમાં તો ચોમાસું આખા ગુજરાતને કવર કરી લેતું હોય છે. પરંતુ, 15 જૂન વિતી ગયા બાદ પણ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ન થતા ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગના મતે આગામી ચાર પાંચ દિવસમાં ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડા અને બિહારમાં આગળ વધશે. મહારાષ્ટ્ર સંપુર્ણ કવર થયા બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. જો કે તે ક્યાં સુધીમાં પહોંચશે તેનું કોઈ પૂર્વાનુમાન કરાયું નથી.

હવામાન વિભાગના મતે ગુજરાતમાં 15 જૂને સત્તાવાર ચોમાસું બેસી જતું હોય છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો, 2025માં 16મી જૂને બેસ્યું હતું. જ્યારે 2024માં 3 દિવસ વહેલા એટલે કે 12મી જૂને જ ચોમાસું બેસી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *