SBIની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ‘અમૃત વૃષ્ટિ’ રોકાણકારોમાં ઘણી લોકપ્રિય છે. જો તમે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને શાનદાર રિટર્ન મેળવવા માંગતા હો, તો 444 દિવસની આ ખાસ સ્કીમમાં તમારા માટે એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. જાણો આ સ્પેશિયલ ટેન્યોર સ્કીમની દરેક જરૂરી વાત.

સમયગાળો: આ FDની મેચ્યોરિટી અવધિ 444 દિવસ (લગભગ 14.5 મહિના) નક્કી કરવામાં આવી છે.
ન્યૂનતમ અને મહત્તમ રકમ: આ યોજનામાં રિટેલ ડિપોઝિટ હેઠળ ₹1,000થી રોકાણ શરૂ કરી શકાય છે અને મહત્તમ રકમ ₹3 કરોડથી ઓછું હોવું જોઈએ.
કોણ રોકાણ કરી શકે: ભારતના સામાન્ય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) અને અનિવાસી ભારતીયો (NRIs) તેમાં રોકાણ કરવા પાત્ર છે.
વ્યાજ ચૂકવણીના વિકલ્પો: રોકાણકારો પોતાની સુવિધા અનુસાર વ્યાજની ચૂકવણી માસિક, ત્રિમાસિક, છમાસિક અથવા મેચ્યોરિટી સમયે મેળવી શકે છે.
લોનની સુવિધા: જરૂર પડ્યે રોકાણકારોને આ FD પર લોન અથવા ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *