ઓસ્ટ્રેલિયા 3 વર્ષ બાદ ઇનિંગ્સના અંતરથી હાર્યું

સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને 31 રનથી હરાવી દીધું. ઓસ્ટ્રેલિયા 3 વર્ષ બાદ ઇનિંગ્સના અંતરથી કોઈ ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં તેને 2023માં ભારત સામે ઇનિંગ્સથી હાર મળી હતી. આ સાથે જ 3 મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.

મેચના પહેલા 2 દિવસ વરસાદને કારણે માત્ર 43 ઓવરનો જ ખેલ થઈ શક્યો. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગ્સમાં કેપ્ટન ટેમ્બા બાવુમાની સદીના આધારે 9 વિકેટે 425 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 99 રનમાં સમેટાઈ ગઈ.

ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને ફોલોઑન મળ્યો અને ટીમ મેચના પાંચમા દિવસે બીજી ઇનિંગ્સમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે 121 રનની ઇનિંગ્સ રમી. આફ્રિકા માટે કાગિસો રબાડા અને માર્કો યાનસને મેચમાં 6-6 વિકેટ ઝડપી.

પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 99 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે સ્ટીવ સ્મિથે સૌથી વધુ 28 રન બનાવ્યા, જ્યારે માર્નસ લાબુશેને 14 અને ટ્રેવિસ હેડે 14 રનની ઇનિંગ્સ રમી.

સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાનસને 5 વિકેટ ઝડપી. વિયાન મુલ્ડરે 2 અને કાગિસો રબાડાએ 2 વિકેટ લીધી, જ્યારે એનરિક નોર્ટ્યાને 1 વિકેટ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *