રાજકોટ શહેરમાં નવરાત્રી દરમિયાન થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટના બાદ ગઈકાલે રાત્રીના શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ ગોઠવી એક સાથે તમામ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું આ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં 20 લોકો ઝડપાયા હતા અને છરી સાથે ફરતા 15 શખ્સો ઝડપાયા હતા જે તમામ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કાળા કાચ સાથે ફરતી મોટર કારમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવા તેમજ નંબર પ્લેટ વગર ફરતા વાહનો ડિટેઇન કરવા કામગીરી પણ આ કોમ્બિંગ નાઈટ દરમિયાન કરવામાં આવી હતી.
રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાછળ આવેલ અનમોલ હાઇટ્સમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા જસવંત માનસિંગભાઇ બાંભણિયા 14.10.2026ના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર સાથે સિઝન હોટેલ ખાતે યોજાયલ MGM નવરાત્રીમાં ગરબા રમવા ગયા હતા ત્યારે પોતાનું રોયલ એનફીલ્ડ કૉન્ટિનેન્ટલ જીટી 650 બાઈક નંબર જીજે.03.એકફયુ.8828 હોટેલના મેઇન ગેટ બહાર અવધ રોડની સામે રસ્તાથી નીચે પાર્ક કર્યું હતું. ત્યારબાદ 3.30 વાગ્યા આસપાસ ગરબા રમીને બહાર આવ્યા ત્યારે પાર્કિંગ જગ્યા પરથી તેમની બાઇક ગાયબ હતું. બાઇકનો કયાંય પત્તો ન મળતાં આખરે પોલીસને જાણ કરી હતી આ બાઇક તેણે પોતાના નામની લોન પાસ ન થવાને કારણે મિત્ર મિહીરભાઇ વિઠ્ઠલપરાના નામે ખરીદ કર્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.