સરકારી જમીન પર વારંવાર દબાણ કરનાર સામે FIR કરો

રાજ્યમાં સરકારી જમીનો પર થતાં દબાણો અટકાવવા અને સરકારી જમીનોની જાળવણીની જવાબદારી યોગ્ય રીતે નિભાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. સરકારી જમીન પર વારંવાર દબાણ કરનારા વ્યક્તિઓ સામે FIR દાખલ કરવા, ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ ન બજાવતા સરપંચો સામે પગલાં ભરો તેમજ ખેડૂતોને નિયમ મુજબ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા પણ તેમણે તાકીદ કરી છે.

નાગરિકોની ફરિયાદોનો ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી અને હકારાત્મક ઉકેલ લાવવા માટે યોજાયેલા ઓક્ટોબર-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓની રજૂઆતો સાંભળીને સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

રાજ્ય સ્વાગતમાં 4,953થી વધુ રજૂઆતો પર જરૂરી કાર્યવાહી
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં 170થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની ફરિયાદો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમોમાં 2,200 અને તાલુકા સ્વાગતમાં 2,583 મળીને કુલ 4,953થી વધુ રજૂઆતોના સંદર્ભમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલ, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, પીવાના પાણીની સમસ્યા, રસ્તા, સરકારી જમીન પર દબાણ અને જમીન રી-સર્વે સહિતના મુદ્દાઓ રજૂ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *