શિક્ષક સાથે ન્યાય કરો, TET પરીક્ષા રદ કરો

સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે TET એટલે કે, ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષકોએ લડતના મંડાણ કર્યા છે. ગુજરાતના 75000 સહિત દેશના 25 લાખ જેટલા શિક્ષકોને આ નિર્ણય અસરકર્તા છે, ત્યારે આજે રાજકોટના રેસકોર્સ મેદાનમાં 100થી વધુ શિક્ષકોએ બે કલાક સુધી ધરણા કર્યા હતા અને ત્યારબાદ શિક્ષક સાથે ન્યાય કરો, TET પરીક્ષા રદ કરો જેવા નારાઓ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપવામાં આવ્યું હતું.

2010 પહેલાના શિક્ષકોએ પરીક્ષા આપવા મુદ્દે વિરોધ રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશ રાખોલીયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો 2009નો ચુકાદો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી જે ભરતી થશે તે પરીક્ષાના આધારે થશે. તે અમને માન્ય છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં એવું કહેવું છે કે વર્ષ 2010 પહેલાના જે શિક્ષકો છે તેઓને પણ આ પરીક્ષા આપવી પડશે. જે વ્યાજબી નથી. કારણકે તેઓની તે સમયના ક્રાઇટ એરિયા પ્રમાણે ભરતી થઈ હતી. તે સમયે તેઓ ખરા ઉતર્યા હતા તો પરીક્ષા આપવાનો મતલબ શું.

અમારો વિરોધ છે કે વર્ષ 2010 પહેલાના શિક્ષકોને TETની પરીક્ષા ન આપવી પડે. તેઓને મુક્તિ આપવામાં આવે તેવી અમારી માગણી છે. જો શિક્ષકો આ પરીક્ષા નહીં આપે તો તેઓને નોકરીમાંથી અથવા તો તેમને મળતાં લાભોમાંથી બાકાત રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. હાલ અમારો 2 કલાકના ધરણા અને કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *