રાજકોટમાં પડોશીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવશનો શિકાર બનાવી

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પાડોશમાં જ રહેતા રિક્ષાચાલકે સગીરાને ચાર વખત પોતાના ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધતાં તેને સાત માસનો ગર્ભ રહી ગયો હતો. આ અંગે પરિવારે જાણ થતાં નોંધાવેલી ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી છે.

પોલીસે આરોપી રહેમાન સોહિલભાઈ શેખકાઝીની કરી ધરપકડ રાજકોટ શહેર એસીપી આર.એસ. બારીઆએ જણાવ્યું હતું કે, કેટરિંગમાં મજૂરી કામ કરતી મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી હતી. ધોરણ 9 સુધી ભણેલી તેમની 15 વર્ષીય પુત્રી સાથે પાડોશમાં રહેતા રિક્ષાચાલક રહેમાન સોહિલભાઈ શેખે એક વર્ષ અગાઉ પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ રાત્રિના સમયે પોતાના ઘરે બોલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી રહેમાને આ જ રીતે અલગ-અલગ સમયે વધુ ત્રણ વખત સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાનું પેટ ઉપસી આવતાં શંકા જતાં માતાએ તેની તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. હાલ ગર્ભપાત થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી સગીરા અને તેના ગર્ભની સંભાળ રાખવી અત્યંત આવશ્યક બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *