રાજકોટમાં રક્ષાબંધનના પખવાડિયા પૂર્વે ત્રણ બહેનના એકના એક ભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. જેમાં પંકજભાઈ નામના યુવાને 10 ઑગસ્ટ ગઈકાલે ઘરેથી નીકળી જઈ આજે સવારે ચોટીલા પહોંચી આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઝેરી ટીકડા ખાઈને વેપારીની આત્મહત્યા પંકજ રમેશભાઈ દુધાત્રા (ઉ.વ.35) નામના યુવાને આજે સવારે ચોટીલા પાસે પ્રખ્યાત ઉત્સવ હોટેલ નજીક હતા, ત્યારે ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા યુવાને દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઇમિટેશનનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પોલીસની પ્રાથમિક તપાસમાં પંકજભાઈ 10 ઑગસ્ટ ગઈકાલે બપોરે અચાનક પોતાના ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ ઉપરાંત અગાઉ પણ એક વખત કોઈ કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેઓ થોડા સમયથી આર્થિક ભીંસથી માનસિક તણાવ અનુભવતા હોવાથી પગલું ભર્યાનું અનુમાન છે. જો કે ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પંકજભાઈ ઇમિટેશનનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે.