ગોંડલના મોવિયામાં ખેલ મહાકુંભની સ્પર્ધાઓ સંપન્ન

રાજ્ય સરકારના ‘ખેલ મહાકુંભ’ અંતર્ગત ગોંડલના મોવિયા સ્થિત સર્વોદય સ્કૂલ ખાતે બહેનો માટે કબડ્ડી, રસાખેંચ અને ચેસ સ્પર્ધા યોજાઈ. 15 શાળાઓમાંથી 350થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો.

કબડ્ડી સ્પર્ધાના પરિણામો: અંડર-14માં ULD કન્યા છાત્રાલય પ્રથમ, એકલવ્ય સ્કૂલ દ્વિતીય. અંડર-17માં ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ, એકલવ્ય સ્કૂલ દ્વિતીય. ઓપન કેટેગરીમાં કે. બી. બેરા હાઈસ્કૂલ પ્રથમ, ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વિતીય.

રસાખેંચ સ્પર્ધાના પરિણામો: અંડર-17માં કે. બી. બેરા હાઈસ્કૂલ પ્રથમ, બી. એચ. પટેલ સ્કૂલ દ્વિતીય. ઓપન કેટેગરીમાં કે. બી. બેરા હાઈસ્કૂલ પ્રથમ, દીપક હાઈસ્કૂલ દ્વિતીય.

ચેસ સ્પર્ધામાંથી શ્રેષ્ઠ 10 ખેલાડીઓની જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ.

સમાપન સમારોહમાં વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સર્વોદય સ્કૂલના ટ્રસ્ટીગણ અંકુરભાઈ દુદાણી, ચિરાગભાઈ દુદાણી તેમજ તાલુકા કન્વીનર વાય.સી. પ્રજાપતિ અને ચેતનભાઈ ધીયાડે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *