રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ 14 કર્મચારીઓની બદલી કરી

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા 10 દિવસની લાંબી રજા પર ઉતર્યા છે. રજા પર જતા પૂર્વે તેમણે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા 6 વોર્ડ ઓફિસર તેમજ સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ જારી કર્યા છે. અચાનક એકસાથે થયેલી આ બદલીઓથી મનપાનાં આંતરિક વર્તુળોમાં ચર્ચા જાગી છે. વોર્ડ ઓફિસરની બદલીઓના આ હુકમોને લઈને શહેરના અમુક વોર્ડના કોર્પોરેટરોમાં નારાજગી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે આ મુદ્દે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી.

6 વોર્ડ ઓફિસરની બદલીનો હુકમ
રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 6 વોર્ડ ઓફિસરની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ ફેરબદલી હેઠળ વોર્ડ નં.2ના વોર્ડ ઓફિસર પરેશ ચાવડાને વોર્ડ નં.7માં મુકવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નં.10ના નિલમબેન બેલીમની બદલી વોર્ડ નં.12માં કરવામાં આવી છે. વોર્ડ ઓફિસરોની અન્ય બદલીઓમાં વોર્ડ નં.15ના નિશાબેન જાદવને વોર્ડ નં.14માં અને વોર્ડ નં.14ના નિકુંજ ડોબરીયાને વોર્ડ નં.15માં બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નં.12ના રાજેશ ચત્રભુજને વોર્ડ નં.10માં અને વોર્ડ નં.7ના નિકુંજ ચૌહાણને વોર્ડ નં.2માં બદલી કરીને નિમણૂક આપવામાં આવી છે.

સફાઈ-ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની બદલી
વોર્ડ ઓફિસરોની સાથોસાથ મનપાના સફાઈ અને ડ્રેનેજ વિભાગના 8 સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.12ના ધીરૂભાઈ પ્રજાપતિને વોર્ડ નં.14 ડ્રેનેજ તથા વોર્ડ નં.17 ડ્રેનેજની કામગીરી સોંપવામાં આવી છે. તેમજ વોર્ડ નં.2ના કિરીટભાઈ પરમારને કે.એસ.ડી. ગાર્બેજ સ્ટેશન ખાતે અને વોર્ડ નં.14 ડ્રેનેજના કિરણભાઈ ઉધરેજાને વોર્ડ નં.2માં મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *