રાજકોટમાં 2025નાં જાન્યુઆરીમાં આજી અને માર્ચમાં ન્યારી ડૂકી જશે!

રાજકોટ શહેરની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સામે મુખ્ય જળસ્ત્રોત માત્ર આજી અને ન્યારી એમ બે જ છે. આ કારણે નર્મદાનાં નીર ઉપર આધાર રાખવો પડે છે. ગત ચોમાસામાં આજી અને ન્યારી ડેમ છલકાઈ ગયા હતા. છતાં હાલમાં ભરશિયાળે નર્મદાનાં નીરની માંગ કરવામાં આવી છે. જે રીતે પાણીનો ઉપાડ થઈ રહ્યો છે તે જોતા 2025નાં જાન્યુઆરીમાં આજી અને માર્ચમાં ન્યારી ડૂકી જવાની શક્યતા છે. જેને લઈને મનપા દ્વારા અત્યારથી 2500 MCFT પાણી આપવા રાજ્ય સરકારને પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.

મનપાનાં ડે. કમિશ્નર સ્વપ્નિલ ખરેનાં જણાવ્યા મુજબરાજકોટ મનપા દ્વારા દરરોજ 420 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે. જેમાં આજી અને ન્યારી-1 ડેમમાંથી 290 MLD તેમજ 130 MLDનો ઉપાડ નર્મદા આધારિત પાઇપલાઇનમાંથી કરવામાં આવે છે. જોકે, ચોમાસા સિવાય આજી અને ન્યારી-1 ડેમનો આધાર પણ નર્મદા ઉપર રહે છે. હાલ પાણીની કોઈ સમસ્યા નથી. નર્મદાનું પાણી આપવામાં ન આવે તો જાન્યુઆરી અને માર્ચ સુધી આજી અને ન્યારી-1નું પાણી લઈ શકાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *