દાદરાનગર હવેલીમાં વાઈન શોપમાંથી દારૂ ખરીદીને ખોટું GST બિલ બનાવી પાર્સલ મારફત હેરાફેરી કરતો’તો

રાજકોટ શહેર PCB ટીમે વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત આરોપી યાકુબ મુસા મોટાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી યાકુબ છેલ્લા ચાર વર્ષથી દાદરાનગર હવેલીમાં ભાડાના મકાનમા રહી નજીકના વાઈન શોપમાંથી દારૂનો જથ્થો ખરીદ કરી બાદમાં મોબાઈલ ફોનમાં GST ઈન્વોઈસ મેનેજ નામની એપ્લિકેશનમાં ખોટું GST ઈન્વોઈસ બનાવી બાદમાં પાર્સલ મારફત દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી અલગ અલગ 8 જેટલા મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાર્સલ મારફત કુરિયરમાં રાજકોટ દારૂ પહોંચાડતો હતો રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે PCB પીઆઇ મેહુલ ગોંડલીયા ટિમ દ્વારા વિદેશી દારૂના 7 ગુનામાં વોન્ટેડ આરોપી યાકુબ મુસા મોટાણીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી આરોપી યાકુબ દાદરાનગર હવેલીમાં ભાડાના મકાનમા રહી નજીકની વાઈન શોપમાંથી વિદેશી દારૂ ખરીદી બાદમાં પાર્સલ મારફત કુરિયરમાં રાજકોટ સુધી વિદેશી દારૂનો જથ્થો પહોંચાડતો હોવાનુ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *