વ્યાજખોરીના 57 ગુનામાં 115ની ધરપકડ

રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ દ્વારા વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ કરી તેના ઘરે તપાસ કરતા 35 લાખની કિંમતના અલગ અલગ 10 ચેક મળી આવ્યા છે જે કબ્જે કરી ફરિયાદીને પરત અપાવવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દ્વારા આરોપી વ્યાજખોરને 24 લાખ સામે 41 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂપિયાની માંગ કરી ફરિયાદીની દીકરી અને ભાણેજ વિશે અભદ્ર મેસેજ કરી અભદ્ર માંગણી કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, જેતપુરના અશોક રાઠોડ દ્વારા વર્ષ 2018થી 2021 દરમિયાન દુકાનના કામકાજ માટે, બહેનના લગ્ન માટે અને માતાની સારવાર માટે જયેશ ભૂત નામના વ્યાજખોર પાસેથી કટકે-કટકે 24 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને અહીંથી શરૂ થયો હતો વ્યાજખોરીનો ખતરનાક ખેલ. આ સમયે માસિક 2% વ્યાજ લેખે અશોક રાઠોડ જયેશ ભુતને રૂ.48,000 ચુકવતા હતા તેમજ કટકે કટકે અંદાજિત રૂ.41 લાખ જેટલી રકમ જયેશ ભુતને ચૂકવવામાં આવી હતી આમ છતાં જયેશ ભુત દ્વારા વધુ અને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, રૂ.41 લાખ ચૂકવ્યા બાદ પણ આરોપી જયેશ ભૂત દ્વારા વધુ 24 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ઉઘરાણી માટે જયેશ ભુત અશોક રાઠોડની દુકાન પર પણ પહોંચી જતો હતો તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી પઠાણી ઉઘરાણી પણ કરતો હતો. જો કે મામલો અહીં અટક્યો નહીં અને બાદમાં અશોક રાઠોડ અને તેના પરિવારજનોના નામના આશરે 10 બેંક ચેક બળજબરીથી લઈ લેવામાં આવ્યા હતાં તેમજ તે જુદા જુદા ચેકમાં અંદાજે 35 લાખ રૂપિયા જેટલી રકમ પણ જયેશ ભુત દ્વારા ભરવામાં આવી હતી જે ચેક પર અશોક રાઠોડ અને તેના પરિવારના સભ્યોની સહી પણ લઈ લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *