આગામી જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ- નિમિતે આગામી તારીખ 31 ઓગાષ્ટથી 7 સપ્ટેમ્બર સુધી 8 દિવસ કતલ ખાના બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા મ્યુ. કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે સંબંધકર્તા સર્વેએ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો- ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.