વરસાદને કારણે રાજકોટ શહેર- જિલ્લાની બે હજારથી વધુ સ્કૂલોમાં 30 ઓગસ્ટે પણ રજા જાહેર

રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 2,000 જેટલી ખાનગી સ્કૂલોમાં વરસાદને કારણે આવતીકાલે શુક્રવારે સતત ત્રીજા દિવસે પણ રજા જાહેર કરવામાં આવેલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, અભ્યાસના બગડતા દિવસો બાદમાં ક્યારે આપવાં તેનો નિર્ણય હવે લેવાશે. જન્માષ્ટમીનું મીની વેકેશન 24થી 27ને બદલે વરસાદને કારણે 2 દિવસ લંબાયું હતુ. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે સાંજ સુધીની વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. ત્યારે શુક્રવારે પણ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *