ઘેલા સોમનાથ મંદિરે કાળઝાળ ગરમી વચ્ચે ભક્તોને રાહત

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે, ત્યારે જસદણના પ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ઉનાળાની આકરી ગરમીમાં ભક્તોને લૂ અને તાપથી બચાવવા માટે મંદિર પરિસરમાં ખાસ વોટર સ્પ્રિંકલર (પાણીના ઝીણા ફુવારા) ની સુવિધા ઊભી કરવામાં આવી છે.

હાલ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો હોવાથી, મંદિરે દર્શન કરવા આવતા વૃદ્ધો, બાળકો અને અન્ય યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ/વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ લાઈનમાં ઊભા રહે છે તે માર્ગ અને સમગ્ર પરિસરમાં ઠંડક જળવાઈ રહે તે હેતુથી ફુવારા ગોઠવવામાં આવ્યા છે. આ ફુવારાઓમાંથી ઉડતી પાણીની ઝીણી છોળો વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરાવે છે.

મંદિર પરિસરમાં ગરમી વચ્ચે અચાનક મળતી આ કુત્રિમ ઠંડકને કારણે દર્શનાર્થીઓએ ભારે રાહત અનુભવી છે. મંદિરે દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ તંત્રની આ વ્યવસ્થાને બિરદાવતા જણાવ્યું હતું કે, “ભરી ગરમીમાં પણ ઠંડા પાણીના ફુવારાને લીધે દર્શન કરવા ખૂબ સરળ બન્યા છે અને ગરમીનો અહેસાસ થતો નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *