2027ની ચૂંટણી પહેલાં AAPની સંગઠન મજબૂત કરવા કવાયત

આમ આદમી પાર્ટી (AAP)એ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યભરમાં વિવિધ હોદ્દાઓ પર મોટી સંખ્યામાં નિયુક્તિઓ જાહેર કરી છે. પક્ષે નગરપાલિકા, તાલુકા અને મહાનગરપાલિકા સ્તરે નવા હોદ્દેદારોની નિમણૂક કરીને આગામી ચૂંટણી માટે સંગઠનને સક્રિય બનાવવાનો પ્રયાસ કર્યો છે.

751થી વધુ પ્રમુખ અને સંગઠન મંત્રીની નિયુક્તિ પાર્ટીએ રાજ્યભરમાં કુલ 98 નગરપાલિકા પ્રમુખ, 210 તાલુકા પ્રમુખ, 84 નગરપાલિકા સંગઠન મંત્રી, 202 તાલુકા સંગઠન મંત્રી, 83 મહાનગરપાલિકા વોર્ડ પ્રમુખ તેમજ 74 મહાનગરપાલિકા વોર્ડ સંગઠન મંત્રીઓના નામોની જાહેરાત કરી છે. આ નિયુક્તિઓ સાથે સ્થાનિક સ્તરે પક્ષના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો છે.

નિયુક્તિઓ ગોપાલ રાયના માર્ગદર્શન હેઠળ કરાઈ આ મહત્વપૂર્ણ નિયુક્તિઓ ગોપાલ રાયના માર્ગદર્શન અને ઇસુદાન ગઢવી તથા મનોજ સોરઠીયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હોવાનું પક્ષ દ્વારા જણાવાયું છે. પાર્ટી નેતૃત્વનું માનવું છે કે સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત બનશે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચી શકશે અને ચૂંટણીમાં મજબૂત પડકાર ઊભો કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *