દક્ષિણ કોલકાતાના તારતલા ટ્રાન્સપોર્ટ ડેપો પાસે બુધવારે બપોરે 12:07 વાગ્યે નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી બે ICUમાં છે. અન્ય 18ની હાલત ખતરાની બહાર છે.
સીએમ શુભેન્દુએ જણાવ્યું કે હજુ પણ કાટમાળ નીચે 10 થી 15 લોકો દટાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટના સમયે ગોડાઉનમાં કેટલા લોકો હાજર હતા તેની માહિતી સામે આવી નથી.
પોલીસ સાથે NDRF અને સેનાના જવાનો પણ બચાવ કાર્ય કરી રહ્યા છે. ગેસ કટર વડે લોખંડના થાંભલા કાપવામાં આવી રહ્યા છે. કાટમાળ અને લોખંડના સળિયા હટાવવા માટે ક્રેન મંગાવવામાં આવી છે. સ્થાનિક લોકોના મતે, દુર્ઘટના સમયે ગોડાઉનમાં કોંક્રિટ ઢાળવાનું કામ ચાલી રહ્યું હતું.