એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા અમદાવાદ બસપોર્ટના ટર્મિનલ-2નું લોકાર્પણ

અમદાવાદ ગીતામંદિર બસપોર્ટ પર હવે સૌરાષ્ટ્ર-કચ્છ અને અને ઉત્તર ગુજરાતના જિલ્લા માટે અલગ ટર્મિનલ-2 બનીને તૈયાર થઈ ગયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું. બસપોર્ટના ટર્મિનલ-2 પરથી મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે તમામ બાબતોનું ખાસ ધ્યાન રખાયું છે. 13 ઓગસ્ટથી નવું ટર્મિનલ કાર્યરત થશે, દરરોજ 1091 બસ અહીંથી ઉપડશે.

ગીતામંદિર બસપોર્ટ પર ગુજરાતભરના મુસાફરોની અવરજવર રહે છે. ત્યારે બસપોર્ટ પર ભીડ ઓછી થાય અને મુસાફરો આરામથી મુસાફરી કરી શકે તે માટે ટર્મિનલ-2 તૈયાર કરાયું. હવે દક્ષિણ ગુજરાત તરફ જવા માટે ટર્મિનલ-1 પરથી બસો મળશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જવા માટે ટર્મિનલ-2 પરથી બસો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *