વેપારીને રૂ.4.50 લાખ આપી રૂ.10 લાખની ઉઘરાણી કરી બે વ્યાજખોરની વેપારીને ધમકી

શહેરમાં યુનિવર્સિટી રોડ પર સિલ્વર હિલમાં રહેતા અને રૈયા ગામ સ્મશાન પાસે પટેલ ડેકોરા નામે સીએનસી મશીનનું કામ કરતાં વેપારીએ ધંધાના વિકાસ માટે ટંકારા અને મોરબીના વ્યાજખોરો પાસેથી લીધેલા રૂ.4.50 લાખના 10 લાખની માંગ કરી ધાકધમકીઓ આપતા હોવાની ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે બે વ્યાજખોર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિલ્વર હિલમાં રહેતા સાગરભાઇ દિનેશભાઇ ગડારાએ ટંકારા રહેતો અમીન યુસુફભાઇ માકડિયા અને મોરબીના કુબેરનગરમાં રહેતો વિપુલ અમૃતભાઇ અવાડિયા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક માસ પહેલાં ટંકારા રહેતા અમીન સાથે પરિચય થયો હતો અને તે વ્યાજનો ધંધો કરતો હોય જેથી તેને ધંધા માટે ત્રણ લાખની જરૂર હોય તેને વાત કરી હતી. બાદમાં અમીને તેને ટંકારા બોલાવ્યો હતો.

બાદમાં તે ટંકારા જતા તેને માસિક 10 ટકા વ્યાજ લેખે પૈસા આપવાની વાત કરી અને હાલ તેની પાસે બે લાખ છે એક લાખ 15 દિવસ બાદ લઇ જવાનું કહી તેની પાસેથી બેંકના બે ચેક કોરા લઇ લીધા હતા અને બાદમાં એક લાખ આપ્યા હતા અને એડવાન્સ વ્યાજ કાપી લીધું હતું અને તેની પાસે રૂ.6 લાખનું નોટરી લખાણ પણ કરાવેલ હતું. બાદમાં વધુ પૈસાની જરૂર હોય સાગરભાઇ અગાઉ મોરબીમાં જમાવટ નામે કપડાંનો ધંધો કરતા વિપુલ અમૃતભાઇ અવાડિયાની દુકાનેથી કપડાંની ખરીદી કરતાં હોય જેથી પરિચિત હોય તેને પૈસાની વાત કરી હતી જેથી વિપુલ પાસેથી ચારેક માસ પહેલાં રૂ.1.50 લાખ 10 ટકા વ્યાજે લીધા હોય જેમાં તેને રૂ.4 લાખનું નોટરી લખાણ કરાવેલ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *