રાજકોટની RKC સ્કૂલમાં ધો. 6ના વિદ્યાર્થીને શિક્ષક ડૉ. અજય ઝાલાએ ફૂટપટ્ટીથી બેરહેમીથી ફટકાર્યો હોવાની ઘટના ગઈકાલે સામે આવી હતી. જેમાં ક્લાસના CCTV નિહાળી શિક્ષકનો વાંક દેખાય તો તુરંત જ સસ્પેન્ડ કરવાને બદલે સમય પસાર કરવા માટે તપાસ કમિટીનુ નાટક કરવામા આવ્યું છે. સ્કૂલના આચાર્ય યશ સકશેનાએ આંતરિક સમિતિ રચી હોવાનુ જાહેર કર્યુ છે. આ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે અને તેના તારણોના આધારે યોગ્ય પગલા લેવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.
તમામ સતાવાળાઓ અને હિતધારકોને સંપૂર્ણ સહકાર આપીશું પ્રિન્સિપાલ યશ સકસેનાએ જણાવ્યું છે કે, સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તમામ વિદ્યાર્થીઓ માટે સલામત અને પોષણક્ષમ વાતાવરણ જાળવવા પ્રતિબદ્ધ છીએ. તેઓએ જણાવ્યું છે કે, સંસ્થા શારીરિક સજા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા નીતિ ધરાવે છે અને કોઈપણ ઉલ્લંઘનને ઝડપથી અને ન્યાયી રીતે સંબોધવા પ્રતિબદ્ધ રહે છે. વાજબી અને પારદર્શક ઠરાવ સુનિશ્ચિત કરવા માટે અમે તમામ સંબંધિત સતાવાળાઓ અને હિતધારકોને સંપૂર્ણ સહકાર આપીશું. શાળા તેની જવાબદારી અને વિશ્વાસના મૂલ્યોને જાળવી રાખવા માટે સમર્પિત રહે છે.