રાજકોટમાં વેરો ન ભરાતા 10 મિલકતોને સીલ કરી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રિકવરી ઝુંબેશ અંતર્ગત 10 મિલકતોને સીલ કરવામાં આવી હતી તથા 1 મિલ્કતને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 2 નળ કનેક્શન કપાત કરતા રૂ.14.71 લાખની રિકવરી કરવામાં આવી હતી. 1 એપ્રિલ, 2024થી અત્યાર સુધીમાં મનપાની ટેક્સ શાખાએ રૂ. 322.36 કરોડની રિકવરી કરી છે. જેમાં ઈમ્પીરીયલ હાઈટ્સમાં ગો ફેશન ટેનન્ટ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-9, ગોંડલ રોડ પર મારુતી ઈન્ડ એરિયામાં ભરત ટ્રાન્સપોર્ટને નોટીસ સામે રિકવરી રૂ.1.63 લાખ તો નેહરુનગરમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જે.બી એન્જિનિયરીંગ સામે સીલની કાર્યવાહી કરતા રૂ.50,000ની રિકવરી કરવામાં આવી હતી.

વેરો ન ભરતા 10 મિલકતોને સીલ કરી વોર્ડ નં-4માં કુવાડવા રોડ પર જય શક્તિ પાર્કમાં ક્રિસ્ટલ સિટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-15 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.53,162, વોર્ડ નં-5માં ન્યુ આશ્રમ રોડ પર રણછોડવાળી શેરી નં-6 મા 1-યુનિટને નળ કનેક્શન કપાત કરાયું હતું. વોર્ડ નં-8માં શ્રી વિદ્યુતનગર કો.ઓપ.હાઉ.સોસા નજીક “શ્રેય” સામે નળ- કનેક્શન કપાત સામે રૂ.1.13 લાખની રિકવરી, અક્ષરમાર્ગ તપોવન સોસાયટીમાં “આલાપ” ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-1 સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.26 લાખની રિકવરી, અક્ષરમાર્ગ તપોવન સોસાયટીમાં “આલાપ” ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-2 સામે સીલની કાર્યવાહી કરતા રૂ. 1.19 લાખની રિકવરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *