શાસ્ત્રીનગરમાં વહુના ત્રાસથી કંટાળી સાસુનો આપઘાત

શહેરમાં રામાપીર ચોકડી પાસેના શાસ્ત્રીનગરમાં રહેતા કાંતાબેન તરશીભાઇ નકુમ નામના વૃદ્ધાએ તેના ઘેર ફાંસો ખાઇ આપઘાત કરવાના બનાવમાં પોલીસ વૃદ્ધાના નાના પુત્રની પત્ની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વૃદ્ધાને ગંભીર પ્રકારની બીમારી હોય સેવા કરવાના બદલે વહુ તેને જમવા પણ આપતી ન હોય અને મકાનમાં પૂરીને રાખતી હોય કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાસ્ત્રીનગરમાં રહેતા વિપુલભાઇ તરશીભાઇ નકુમએ તેના નાનાભાઇ ધવલની પત્ની ધર્મિષ્ઠાબેનનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પરિવાર સાથે રહું છું અને પ્લમ્બિંગ કામ કરતો હોવાનું અને અમે બે ભાઇઓ છીએ મારો નાનો ભાઇ ધવલ પાડોશમાં રહેતો હોવાનું તેમજ મારા પિતા દોઢેક વર્ષ પહેલા ગુજરી ગયા બાદ માતા કાંતાબેન સાથે રહેતા હોય તેમજ એક વર્ષ બાદ તેના ભાઇ ધવલના ઘેર રહેતા હોવાનું જણાવ્યું હતું. તા.14ના રોજ રાત્રીના મારા પાડાેશી રાજુભાઇઅે અવાજ કરી બોલાવતા બહાર ગયો હતો અને તેને મને કહ્યું કે, તમારી માતા સાથે તમારા ભાઇની પત્ની મારકૂટ કરે છે. જેથી હું ત્યાં જતો હતો ત્યારે મારી માતાએ મને ફોન કરી ધવલની પત્ની મારી સાથે ઝઘડો કરતી હોવાનું જણાવતા વિપુલભાઇએ તેની પત્ની સાથે લઇને ભાઇના ઘેર ગયા હતા જ્યાં તેની માતાએ વાત કરી હતી કે, જ્યારથી હું અહીં રહેવા માટે અાવી છું ત્યારથી ધવલની પત્ની મારી સાથે ઝઘડાઓ કરે છે અને બહાર જાય તો બહારથી તાળાં મારી મને પૂરીને જાય છે અને જમવાનું પણ આપતી ન હતી કહી રડવા લાગતા તેને આજે મારી તબિયત ખરાબ હોય જેથી વહુને બહાર જતી હતી જેથી મેં તેને મકાનને તાળાં મારી ને ન જવાનું કહેતા તેને મને કહ્યું કે, આ મારું ઘર છે. હું કહું તેમ તારે રહેવાનું છે ન ફાવે તો ઘરની બહાર નીકળ તેમ કહી ગેરવર્તન કરેલ જેથી મેં તેને આ મારા પુત્રનું મકાન હોવાનું જણાવતા તેને મને ધક્કો મારી પછાડી દીધી હતી અને ઢીકાપાટુનો માર મારેલ હોવાનું જણાવતા ધવલની પત્નીએ કપડાં ધોવાનો ધોકો લઇને આવી હતી અને મારવા જતા વિપુલભાઇએ ધોકો ઝૂંટવી લીધો હતો. બાદમાં તેની માતાને તેના ઘેર લઇને આવ્યા હતા જેથી માતાએ કહેલ કે, મારે કોઇ દિવસ ધવલના ઘેર નથી જવું નહીંતર ધવલની વહુ મને જીવવા નહીં દે. જેથી તેને ઇજા થઇ હોય સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં સીપી કચેરીમાં ધવલની પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *