BAPSના વરિષ્ઠ સંતનું આગમન; 10 થી 21 ઓગસ્ટ સત્સંગ લાભ

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીનું પવિત્ર યાત્રાધામ ગોંડલ અક્ષર મંદિરના આંગણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમનું આગમન 10 ઓગસ્ટથી 21 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાનાર દિવ્ય સત્સંગ કાર્યક્રમો નિમિત્તે થયું છે. આ પ્રસંગે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગોંડલ અક્ષર મંદિરના સંતો દ્વારા બેન્ડ પાર્ટીના મધુર સૂર અને મંત્રોચ્ચાર વચ્ચે સદ્ગુરુ ડૉક્ટર સ્વામીનું ભાવભીનું સ્વાગત કરાયું. સમગ્ર અક્ષર મંદિર પરિસર ‘જય સ્વામિનારાયણ’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

ડૉક્ટર સ્વામીના દિવ્ય સાનિધ્યનો લાભ 10 ઓગસ્ટથી 21 ઓગસ્ટ, 2026 દરમિયાન શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે તમામ હરિભક્તોને પ્રાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન દરરોજ દર્શન અને કથા-વાર્તાના કાર્યક્રમો યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *