રાજકોટના ગોંડલ રોડ ઉપર કડવા પ્લોટ શેરી નંબર 2 માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતા 28 વર્ષિય અરજદાર મયુરરાજ લાલજીભાઇ વાઘેલાને તા. 14 માર્ચ, 2023ના રોજ તેઓના મોબાઇલમાં વોટ્સએપ દ્વારા એક મેસેજ આવેલ કે તમે સેલિબ્રિટી તથા તેના ફોટા/વીડિયોને લાઇક કરો અને પૈસા કમાવ જેથી અરજદારે શરૂઆતમા તે પ્રમાણે કરતા તેને થોડુ વળતર આપેલ બાદમા જણાવેલ કે પ્રિપેઇડ ટાસ્ક કરો તેમા તમને વધારે વળતર મળશે. જેથી અરજદારને વિશ્વાસ આવતા સહમતી દર્શાવતા તેણે લીન્ક મારફત અલગ-અલગ ટ્રાંઝેક્શન દ્વારા અરજદાર પાસેથી કુલ 1.44 લાખ ટ્રાંસફર કરાવી કોઇપણ જાતનુ વળતર આપેલ નહી જેથી અરજદારને તેની સાથે ફ્રોડ થયાનુ જાણમાં આવતા તેણે તુરત જ ઓનલાઇન NCRP 277/2023 અરજી કરી હતી. જે અન્વયે અરજદારના થયેલ પોર્ટલ ઉપર ચેક કરતા તેની ફ્રોડ થયેલ રકમ બેંકના જે અલગ-અલગ ખાતાઓમાં ગયેલ તે થયેલ ટ્રાંજેકશન ચેક કરી ટેકનિકલ એનાલીસીસ તથા ગહન તપાસના અંતે અરજદારને કુલ 1,29,800 પરત અપાવેલ છે.
જ્યારે અરજદાર ઓનલાઇન વોટ્સઅપ એપ્લિકેશનમા ન્યુડ વીડિયો કોલ આવેલ અને તેનુ સ્ક્રીન રેકોર્ડીંગ કરી અરજદાર સાથે 93,000 ફ્રોડ થયેલ જે સાયબર ક્રાઇમ સંબંધિત સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નબર 1930 મા જાણ કરી ઓનાલાઇન NCRP અરજી કરેલ હતી જેની તપાસ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરને અરજી આપતા ટેકનીકલ એનાલીસીસ અને ગહન તપાસના અંતે સુઝબુઝથી અરજદારની ફ્રોડમા ગયેલ રકમમાંથી અરજદારને 24,844 કોર્ટમા રીફંડ કાર્યવાહી દ્વારા પરત અપાવેલ છે.