આટકોટમાં રહેતા યુવાન પર કૌટુંબિક ભાઈએ હોકી વડે હુમલો કર્યો હતો, જેમાં યુવાનને ઇજા પહોંચતા પ્રથમ આટકોટ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનના મામા પાસેથી તેના કાકાએ કાર લીધી હતી તેના હપ્તા ન ભરતા હોય આ કાર પરત લઈ લીધી હોય જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
આટકોટના હુસેની ચોક પાસે રહેતા સાકીર ઈબ્રાહીમભાઇ સંધી નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અરશદ સિકંદર સંધીનું નામ આપ્યું હતું અને જણાવ્યું હતું કે અશરદે તેને ધમકી દીધી કે તને શેરીમાં આવવાની નાં પાડી છે તોય તું કેમ આવે છે તેમ કહી બોલાચાલી કરી, ઢીકાપાટુનો માર માર્યો હતો. લોકો એકત્ર થઇ જતાં આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો હું તને મારી નાખીશ એમ કહી ધમકી દેતો ગયો હતો.યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પૂર્વે તેના મામા રહીમભાઈ જાડેજા પાસેથી તેના કાકા સિકંદર ભાઈએ ગાડી લીધી હતી, પરંતુ આ ગાડીની લોનના હપ્તા ન ભરતા તે કાર પરત લઈ લીધી હતી. જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો છે.