AI આવતા BCAમાં એડમિશનનો ક્રેઝ ઘટ્યો

રાજ્યની 16 સરકારી યુનિવર્સિટીઓ અને તેની સાથે સંલગ્ન ખાનગી કોલેજોમાં હાલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ) મારફત એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જોકે આ વખતે પ્રથમ વખત BCA નો અભ્યાસ કરવાનો ક્રેઝ ઘટ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આ બ્રાંચમાં તથા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે જેની સામે બીકોમ અને બીબીએમાં એડમિશન માટે નો ક્રેઝ વધ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં બીકોમના 17470, બીબીએના 6366 વિદ્યાર્થીઓ હતા. જેની સામે BCA માં ઓછા 6310 વિદ્યાર્થીઓ હતા.

રાજકોટની જાણીતી કોલેજના સંચાલક અને એજ્યુકેશન એક્સપર્ટ ગૌરવ નિમાવતે જણાવ્યું હતુ કે, BCAનો ક્રેઝ ઘટ્યો તેની પાછળનું એક કારણ AI છે. અત્યાર સુધી પીસીઓની બ્રાન્ચ એવી હતી કે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાતા અને નવી સ્કીલ શીખતા. હાલ AI દિન પ્રતિદિન અપગ્રેડ થઈ રહ્યું છે. જેની સામે વિદ્યાર્થીઓ સ્કીલ બેઝ કામ કરવાને બદલે જૂની પદ્ધતિ અભ્યાસ કરી રહ્યા છે.

AI ટૂલમાં એવું છે કે જે વિદ્યાર્થીઓને કોડિંગ માટે બે થી ત્રણ કલાકનો સમય લાગે છે તે જ કોડિંગનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની મદદથી માત્ર ચાર મિનિટમાં થઈ જાય છે. AI ટૂલ વિદ્યાર્થીઓને મદદરૂપ તો થાય છે પરંતુ તેઓ જ્યારે કામ કરે છે ત્યારે તેને ઘણી બધી તકલીફ પડે છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં AI ટૂલના કારણે BCA, MCA અથવા સોફ્ટવેર સ્કીલ સાથે જોડાયેલા 20 ટકા લોકોની નોકરી ખતમ થઈ ગઈ છે. તાજેતરમાં બિલ ગેટ્સે પણ કયું છે કે AI ને લીધે બેરોજગારીનો દર વધતો જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *