રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચમાં બાતમી આપ્યાની શંકા રાખી પાડોશીએ રિક્ષાચાલકને સાંકળથી માર માર્યો

રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં ફાયરબ્રિગેડ સામે આવેલ અમરનગર શેરી નંબર 1માં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર તેના જ પાડોશીએ જર્મન શેફર્ડ વડે હુમલો કરાવવાની અને શ્વાનને બાંધવાની લોખંડની સાંકળ વડે માર મારવાની ઘટના સામે આવી છે. યુવકને આડેધડ બચકાં ભરતાં ઈજા થઈ હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમરનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 34 વર્ષીય કિશનભાઈ રમેશભાઈ મેવાડા નામના યુવકે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પોતાના જ વિસ્તારમાં રહેતા દીપ કૃષ્ણસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે 28 સપ્ટેમ્બરે સાંજના આશરે 7 વાગ્યા આસપાસ ઘર પાસે રિક્ષા લઈને બેઠો હતો, આ દરમિયાન પાડોશમાં રહેતો આરોપી દીપ કૃષ્ણસિંહ જાડેજા પોતાનું પાલતું જર્મન શેફર્ડ શ્વાન લઈને ત્યાં આવ્યો હતો.

લોખંડની સાંકળ વડે આડેધડ માર માર્યો, જર્મન શેફર્ડને છોડી મુક્યો
દીપે આવેશમાં આવીને ગાળાગાળી કરી હતી અને “તમે ક્રાઈમ બ્રાન્ચમાં મારી વાત કરો છો અને અગાઉ પણ મોબાઈલ બાબતે ખોટી રીતે હેરાન કર્યા હતા” તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા દીપે પોતાની પાસે રહેલી શ્વાનને બાંધવાની લોખંડની સાંકળ વડે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *