માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત હજારો લોકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો

દેશના વડાપ્રધાન મોદીના જાહેર સેવા અને સુશાસનના સફળ 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજકોટ મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક અત્યંત ભવ્ય અને વિશાળ ‘યોગ અને ધ્યાન શિબિર’નું આયોજન કરાયું હતું. વહેલી સવારે આયોજિત આ કાર્યક્રમમાં આ સમગ્ર ગ્રાઉન્ડ મંત્રોચ્ચાર અને યોગમય વાતાવરણથી ગૂંજી ઊઠ્યું હતું.

યોગનાં આ મહાસંગમમાં હજારોની સંખ્યામાં નાગરિકો, યુવાનો, બહેનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહીને એકસાથે સામૂહિક રીતે વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિશપાલજીએ શિબિરમાં હાજર તમામ લોકોને સતત 2 કલાક સુધી શારીરિક અને માનસિક સ્વસ્થતા આપતા વિવિધ આસનો, પ્રણાયામ અને ધ્યાનની ક્રિયાઓ અત્યંત સરળ શૈલીમાં કરાવી હતી. વહેલી સવારના આહલાદક વાતાવરણમાં હજારો લોકોએ એકસાથે યોગ કરી આખા રાજકોટને શારીરિક સ્વસ્થતા અને તંદુરસ્તીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *