પૌરાણિક ધરોહર ગણોદમાં વિકાસ શોધવો પડે તેવી સ્થિતિ

ઉપલેટા તાલુકામાં આવેલું ગણોદ ગામ આશરે 500 વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે અને તે પોતાની સમૃદ્ધિ તથા પૌરાણિક મહત્વ માટે જાણીતું છે. 2200ની વસ્તી અને 80% જેટલો ઊંચો સાક્ષરતા દર ધરાવતા આ ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ, ખરડેશ્વર મહાદેવ, અને 200 વર્ષ જૂના રાજાશાહી વખતના દરવાજા જેવા અનેક ઐતિહાસિક અને પ્રસિદ્ધ સ્થળો આવેલા છે.

ઉપલેટા શહેરથી માત્ર 12 કિલોમીટર અને નેશનલ હાઇવેથી 3 કિલોમીટરના નજીકના અંતરે હોવા છતાં, આ ગામ હજી પણ અનેક મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.

ગામમાં શૈક્ષણિક અને સામાજિક સ્તરે ત્રણ આંગણવાડી, એક પ્રાથમિક શાળા, એક ઉચ્ચ માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગૌશાળા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, ગ્રામજનોની મુખ્ય ફરિયાદ અત્યંત બિસ્માર રસ્તાઓ અને સરકારી વાહનવ્યવહારના અભાવને લઈને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *