QR કોર્ડ સ્કેન કરો અને ડ્રગ્સના દુષણને ડામો

રાજકોટ શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા શહેર એસઓજી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં SOG દ્વારા એક કયુઆર કોડ જાહેર કરવામાં આવ્યો છે જે કોડ સ્કેન કરી પ્રજાજનો ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ તેમજ સેવન કરતા શખ્સોની માહિતી પોલીસ સુધી પહોંચાડી શકાશે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ સામેની લડાઈમાં પોલીસને માહિતી આપનાર પ્રજાજનની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અને જનભાગીદારી અભિયાનને વધુ મજબૂત બનાવવા ડ્રગ્સની હેરફેર, વેચાણ કે અન્ય કોઈ પણ ગેરકાયદેસર ડ્રગ્સ પ્રવૃત્તિ અંગેની માહિતી સામાન્ય નાગરિકો પોલીસ સુધી સરળતાથી અને ઝડપથી પહોંચાડી શકે તે હેતુથી એક ખાસ કયુઆર કોડ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજકોટ શહેરના જાગૃત નાગરિકો પોતાના મોબાઈલથી આ કયુઆર કોડ સ્કેન કરીને ડ્રગ્સ સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી સીધી પોલીસને આપી શકશે અને તેમાં ખાસ માહિતી આપનાર કોઈપણ નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. નાગરિકો કોઈ પણ પ્રકારના ભય કે સંકોચ વિના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પોલીસને જાણ કરી શકે છે અને રાજકોટને ડ્રગ્સ મુક્ત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે છે.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ QR કોડ સ્કેન કરતાની સાથે જ એક ગુગલ ફોર્મ ખુલે છે જેમાં પ્રથમ ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિનો પ્રકાર અને તેમાં ચાર ઓપશન છે જેમાં માદક પદાર્થનું વેચાણ કરવું, હેરાફેરી કરવી, સેવન કરવું કે અન્ય પર સિલેક્ટ કરવાનું રહેશે. જયારે બીજા નંબર પર ડ્રગ્સ હેરાફેરી કે ગુનાખોરી થતી હોય તે વિસ્તાર સરનામું લખવું પછી ત્રીજા નંબર પર શંકાસ્પદ વ્યક્તિનું નામ સરનામું ખબર હોય તો તે પણ આપવાનું રહેશે અને અંતમાં માહિતી આપનારનું નામ નંબર લખી ફોર્મ સબમિટ કરવાનું રહેશે જે ફરજીયાત નથી જો આપવા માંગતા હોય તો જ શેર કરવાનું રહેશે અને અંતમાં આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે જે શહેર SOG પોલીસને મળશે જેના આધારે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *