તોરણીયા સરપંચ અંકિત ટીલવાની ટીમ દ્વારા આયોજન, 2000થી વધુ માતાઓ-બહેનોએ ભાગ લીધો

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે સર્વ જ્ઞાતિ ગોપી રાસ મહોત્સવ યોજાયો. તોરણીયા ગામના સરપંચ અને એડવોકેટ અંકિતભાઈ ટીલવા તથા તેમની ટીમે આ આયોજન કર્યું હતું.

આ મહોત્સવમાં માતાઓ અને બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રથમ દિવસે ૧૧૦૦ માતાઓએ ભાગ લીધો. બીજા દિવસે આ સંખ્યા વધીને ૧૪૫૦ થઈ. શરદ પૂનમના અંતિમ દિવસે અંદાજે ૧૯૦૦ થી ૨૦૦૦ માતાઓ અને બહેનોએ ગોપી રાસનો લાભ લીધો.

અંકિતભાઈ ટીલવાએ જણાવ્યું કે, માતાઓ અને બહેનોનો ઉત્સાહ જોઈને તેમને દર વર્ષે આવા આયોજન કરવાની પ્રેરણા મળે છે. તેમનો સંકલ્પ હંમેશા ‘જનતાને ફાયદો શું?’ એ હોય છે.

સર્વ જ્ઞાતિની બહેનો માટેના આ સુંદર આયોજન બદલ સમગ્ર પંથકમાં આયોજકોની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *