રાજકોટ-ભાવનગર હાઈવે પર બળધોઈ ગામ નજીક એક અકસ્માત થયો છે. અહીં પૂરઝડપે આવી રહેલી એક કારે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર એક જ પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા.
ઘાયલ થયેલા સભ્યોમાં જયસુખભાઈ માધાભાઈ કુકડિયા, તેમના પત્ની વિલાસબેન જયસુખભાઈ કુકડિયા, અને બે બાળકો સુજલ જયસુખભાઈ કુકડિયા તથા મહાવીર અશ્વિનભાઈ કુકડિયાનો સમાવેશ થાય છે. આ પરિવાર હલેન્ડાથી બળધોઈ સુરાપુરાના દર્શન કરવા જઈ રહ્યો હતો.
સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક આટકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજની મદદથી તેની શોધખોળ ચાલી રહી છે.